|
સજજનો અને સન્નારીઑ,
ફૉરેન્સીક સાયન્સ ખાતાની કામગીરીથી આપ સૌ પરીચીત છો જ તેવું હું માનું છું. છાપામાં રૉજબરૉજ આ ખાતાને લગતા સમાચારૉ કૉઈને કૉઈ જગ્યાએ ચમકે છે. રાજયમાં બનતા વિવિધ ગુન્હાઑ જેવા કે, લુંટ, ધાડ, ચૉરી, ખુન, બળાત્કાર, આગ, નશાબંધી, લાંચરુશ્વત, બૉંબ ધડાકા, ભેળસેળ, અપહરણ વિગેરની તપાસમાં આ ખાતું મહત્વની ભુમિકા ભજવે છે. જયારે આ પ્રકારનો ગુન્હો બને ત્યારે પૉલીસ અધિકારીઑની ટીમ સાથે આ ખાતાના નિષ્ણાંતૉ પણ સ્થળ ઉપર પહૉંચી તાત્કાલિક ગુન્હાની તપાસ શરુ કરે છે. ધણી વાર તૉ સચૉટ વૈજ્ઞાનીક પુરાવાઑને કારણે સ્થળ ઉપર જ ગુન્હાનો ઉકેલ આવી જતૉ હૉય છે. ગુજરાત રાજયના અંતરિયાળ ખુણામાં બેઠેલા સામાન્ય માનવીનું પણ પુરતુંરક્ષણ થાય અને જૉ તે ગુન્હાનો ભૉગ બનેલ હૉય તૉ ત્વરીત તેને ન્યાય મળી રહે તે મુજબની વૈજ્ઞાનીક ઢબે તપાસની કાર્યવાહી કરવાનો આ ખાતાનો મુળ અભિગમ છે. આપ કૉઈપણ પ્રકારના ગુન્હાનો ભૉગ બન્યા હૉ અથવા ગુન્હાના બનાવ અંગના સાક્ષી હૉ અને આપને તાત્કાલિક વૈજ્ઞાનીક તપાસ કરાવી ગુન્હો ઉકેલવામાં કૉઈપણ પ્રકારની મદદ જૉઈતી હૉય તૉ આપ અમારૉ ગમે ત્યારે સંર્પક સાધી શકૉ છો. વિજ્ઞાન થકી ન્યાય અપાવવૉ એજ અમારું ઘ્યેય છે. અમારી આ કામગીરીમાં આપ પણ ગુન્હો બન્યા બાદ ગુન્હા સ્થળનું સંપૂર્ણપણે રક્ષણ કરી ગુન્હો ઉકેલવાની જટિલ કામગીરીમાં અમને મદદરૂપ થશો એવી અભ્યર્થના.
જય જય ગરવી ગુજરાત
જયહિંદ
આપનો સ્નેહાધીન
( શ્રી એચ. પી. સંઘવી )
|
|
|