|
કોમ્પ્યુટર ફોરેન્સિક વિભાગમાં કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલફોન તેમજ ઇન્ટરનેટને સંલગ્ન જે ગુન્હા બને છે. તેને સંબંધીત પરીક્ષણ કરવામાં આવે છે. જેવાકે,કમ્પ્યુટર દ્વારા તૈયાર કરેલ બનાવટી દસ્તાવેજો, સટ્ટાબેટિંગ, ઇમેઈલ, સોશિયલ નેટવર્કિંગ, ટેક્ષ રેવન્યુને લગતા, પ્રોપરાયટી ડેટા થેફ્ટ, સીસીટીવી ફૂટેજ નું પરીક્ષણ, સીડી, ડીવીડી, સીમકાર્ડ તથા મેમરી કાર્ડમાં રહેલ ડેટાની તપાસ અને મોબાઈલફોનમાં રહેલ તેમજ ડિલિટ કરેલ ડેટાને રીટ્રાઇવ કરી તેનું પૃથ્થકરણ કરવામાં આવે છે.
|
|