હું શોધું છું

હોમ  |

ઈન્ફ્રાસ્ટ્રકચર
Rating :  Star Star Star Star Star   

 

 

 

·     ટેલિ ફોરેન્સીકસ : ભારતમાં સૌપ્રથમ ગુન્હાના સ્થળે  હાજર રહેલ ફોરેન્સીક એક્સપર્ટને અથવા જે સ્થળે ફોરેન્સીક એક્સપર્ટની સેવા ઉપલબ્ધ નથી  ત્યાં ફોરેન્સીકની વિવિધ શાખાઓના તજજ્ઞો દ્વારા ખાસ  વૈજ્ઞાનિક નિર્દેશન દ્વારા ગુન્હા સંશોધન ઝડપી અને સચોટ કરવા માટેની અધ્યતન પધ્ધતિ.

·     ૩-ડી ક્રાઇમ સીન સ્કેનર :  ગુન્હા સ્થળ ને ત્રિ-પરિમણીય  સ્કેન કરી વિવિધ જે તે સમયે તેમજ ભવિષ્યમાં ભૌતિકીય પરિમાણો ના ચોક્કસ માપનો કરવા માટેની અધ્યતન સીસ્ટમ એશિયામાં સૌપ્રથમવાર ડી.એફ.એસ. ગાંધીનગર ખાતે ઉપ્લધ છે. સદર સીસ્ટમની મદદથી ગુન્હા સ્થળને કાયમને માટે ડૉક્યુમેન્ટ કરવા માં આવે છે.

·     ડેમેજ સીમ કાર્ડ તથા સેલફોન એનાલીસીસ સીસ્ટમ:  એશિયામાં એકમાત્ર પ્રયોગશાળા કે જેમાં બદઈરાદા પૂર્વક અથવા અકસ્માતે ફિઝીકલી ડેમેજ થયેલા સીમ કાર્ડ - સેલફોન કે જેનું પ્રણાલીગત કોમ્યુટર ફોરેન્સીક પધ્ધતિથી પરીક્ષણ શક્ય નથી તેનું પરીક્ષણ કરી તેમાં સંગ્રાહેલ અગત્યનો ડેટા મેળવવામાં માટેની સુવીધા ઉપલબ્ધ છે.

·     લેયર્ડ વોઈસ એનાલાઇઝર :  એશિયા તેમજ ભારતમાં સૌ પ્રથમવાર વ્‍યકિતના અવાજનું વૈજ્ઞાનિક પધ્‍ધતિથી પૃથ્‍થકરણ કરી વ્‍યકિતના લાઇવ અથવા રેકોર્ડેડ અવાજમાં રહેલી સચ્‍ચાઇ શોધી શકાય તેવું આ ઉપકરણ છે. વ્‍યકિતનો અવાજ પણ એક વર્તન છે. અવાજમાં રહેલા જુદા જુદા પ્રકારના તણાવ તેમજ તેના મનની સ્‍થિતિને આધારે વ્‍યકિત સાચુ બોલે છે કે કેમ તે નકકી થાય છે.

·     ડેમેજ હાર્ડ ડિસ્ક એનાલીસીસ સીસ્ટમ:   આ ભારતમાં એક માત્ર ફોરેન્સીક લેબોરેટરરી છે કે જેમાં બદઈરાદાપૂર્વક અથવા અકસ્માતે ઇલેક્ટ્રોનીકલી ડેમેજ થયેલી વિવિધ પ્રકારની હાર્ડડિસ્ક કે જેનું પ્રણાલીગત કોમ્પ્યુટર ફોરેન્સીક પધ્ધતિથી પરીક્ષણ શક્ય નથી તેનું ડેમેજ હાર્ડ ડિસ્કા એનલીસ સીસ્ટમ વડે પરીક્ષણ કરી ગુન્હા સબધિત માહીતી મેળવવામાં આવે છે.

·      બ્રેઇન ફીંગર પ્રીન્‍ટીંગ:  ભારતમાં ફોરેન્સીક સાયકોલોજી ક્ષેત્ર ગુન્હેગાર, ભોગ બનનાર અને ફરીયાદી પાસે રહેલ ગુન્હા સબંધિત માહિતી ને મેળવવાની નોન ઇન્‍વેઝીવ (non invasive ) પધ્ધતી ડી.એફ.એસ. ગાંધીનગર માં વિકાસવામાં આવેલ છે જેનો ઉપયોગ વિવિધ સંવેદનશીલ ગુન્હાના સંશોધન માં થયેલ છે.

·     ઓટોમેટેડ ફીગર પ્રિન્ટ આઇડેંટીફીકેશન સીસ્ટમ:   ગુન્હા સ્થળે મળી આવતી ફીગર પ્રિન્ટ  કે જે તે વ્યક્તિ ની ફિંગર પ્રિન્ટ ને ગુન્હા સ્થળેથી અથવા પોલીસ સ્ટેશન થી લીફ્ટ  કરી ફીગર પ્રિન્ટ  ડેટાબેઝ કે જેમાં ૧૨  લાખથી વધુ વ્યક્તિઓની ફિગર પ્રિન્ટ  ઉપલબ્‍ધ છે. તેની સાથે ત્વરીત સરખામણી કરી ગુન્હામાં સંડોવાયેલ વ્યક્તિ ની ઓળખ આપે છે. જેથી ગુન્હા સંશોધનની પ્રક્રિયા ખુબજ ઝડપી બને છે.

·     ન્ટીગ્રેટેડ બેલેસ્ટીક આઇડેંટીફીકેશન સીસ્ટમ: વિશ્વના વિકસીતા દેશોમાં ઉપયોગ માં લેવાતી ફાયરર્મ્સ આઇડેંટીફીકેશનની અત્યાધુનિક પધ્ધતિ.

·    સસ્પેક્ટ ડિટેકશન સીસ્ટમ:  ભારતમાં સૌપ્રથમવાર ખુબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત વ્યક્તીઓ પૈકી શંકાસ્પદ વ્યક્તિ ને અલગ તારવવાની પધ્ધતિ ઉપયોગ માં લેવામાં આવી રહી છે. જે સોમનાથ મંદિર, ભુજ (બોર્ડર એરીયા), સુરત તથા ગાંધીનગર ખાતે ઉપલબ્‍ધ છે.

 

 

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

ફરિયાદ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 17-07-2015