હું શોધું છું

હોમ  |

ફોરેન્સીક સાયકોલોજી વિભાગ
Rating :  Star Star Star Star Star   

ફૉરેન્સિક સાયકૉલૉજી વિભાગ

 

સાયકોલોજી વિભાગ

1

ગુનાની તપાસમાં ફોરેન્સિક સાયકોલોજી વિભાગ એક મહત્વની કામગીરી કરે છે. આ વિભાગમાં ફરીયાદી, સાક્ષી, શકદાર તથા આરોપી વ્યકિતનું સાયકોલોજીકલ એસેસમેન્ટ, લાય-ડિટેકટર ટેસ્ટ, નારકો એનાલીસિસ ટેસ્ટ, તથા બ્રેઈન ફિંગર પ્રિન્ટીંગ ટેસ્ટ વૈજ્ઞાનિક ઉપકરણોનો ઉપયોગ કરી ને પોલીસ/ તપાસ એજન્સીને પરીક્ષણનો તપાસ અહેવાલ આપવામાં આવે છે. જે અહેવાલ પોલીસ તેમજ જયુડીસરીને ગુનો ઉકેલવામાં તથા પુરાવા રૂપે ઉપયોગી બને છે. ઘણા ગુનાઓમાં ગુના સ્થળ ઉપરથી ગુનાને સાકળે તેવા જૈવિક/ ભૈતિક પુરાવા મળી આવતા નથી, આવા ગુનાઓમાં ફોરેન્સિક સાયકોલોજી વિભાગમાં ગુના સાથે સંકળાયેલ વ્યકિતઓની તપાસ કરી અભિપ્રાય આપવામાં આવે છે. આ અભિપ્રાય તપાસ અધિકારીએ મેળવેલ અન્ય પુરાવા સાથે કડીરૂપ બનીને મહત્વના પુરાવા તરીકે ઉપયોગી બને છે.

(૧)    સાયકોલોજીકલ એસેસમેન્ટ :-

વિભાગમાં પરીક્ષણ માટે આવતા કેસોના વ્યકિતઓનુ જુદી જુદી મનોવૈજ્ઞાનિક કસોટીઓ જેવી કે, વિવિધ લક્ષી પ્રશ્નાવલી, પ્રોજેકટીવ ટેસ્ટ જેવા કે, ટી.એ.ટી, રોરશાક ઈન્ક બ્લોટ ટેસ્ટ, ડ્રો એ પર્સન ટેસ્ટ અને બી. જી. ટેસ્ટ વગેરેનો ઉપયોગ કરીને સાયકોલોજીકલ એસેસમેન્ટ કરવામાં આવે છે.

(ર)    લાય- ડીટેકટર (પોલીગ્રાફ) તપાસ :-

વ્યકિત ગુનો કર્યા બાદ પકડાઈ જવાના ડર / બીક ને કારણે તેમજ અન્ય કારણોથી પોતે ગુનો કર્યો હોવાનુ તેમજ ગુના અંગેની માહીતિ છુપાવવાનો પ્રયત્ન કરે છે. તેને પરીણામે વ્યકિતની મનોસ્થિતીના કારણે શરીરમાં પ્રતિભાવો ઉત્પન્ન થાય છે. લાય-ડીટેકટર તપાસમાં વ્યકિતની મનોવૈજ્ઞાનિક પઘ્ધતિથી પૂછપરછ કરી તેમનુ પૉલીગ્રાફ પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં વ્યકિતની મનોસ્થિતીના કારણે ઉદભવતા શારીરિક પ્રતિભાવોનુ પોલીગ્રાફ ઉપકરણ દ્વારા રેકોર્ડીગ કરીને પૃથ્થકરણ કરવામાં આવે છે અને તપાસ હેઠળની વ્યકિત ગુના અંગેના પુછેલ સવાલોના જવાબો સાચા આપે છે કે કેમ, ગુના અંગેની માહીતિ છુપાવે છે કે કેમ તે શોધી કાઢવામાં આવે છે.

(3)    નારકો એનાલીસીસ ટેસ્ટ :-

નારકો એનાલીસિસને ટ્રુથ સીરમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોરેન્સીક સાયકોલોજીસ્ટ, તથા સરકાર માન્ય હોસ્પીટલના સાયકીયાટ્રીસ્ટ અને એનેસ્થેટીસ્ટની બનેલ ટીમ દ્વારા  ડી.એફ.એસ. ગાંધીનગરમાં વ્યકિતનો નારકો ટેસ્ટ લેવામાં આવે છે. નારકો ટેસ્ટએ વ્યકિતને નારકો ટ્રાન્સ માં રાખીને ગુના સંબધિત માહીતિ મેળવવા મનો વૈજ્ઞાનિક પઘ્ધતિ વડે પુછપરછ કરવામાં આવે છે. જેને મનો વૈજ્ઞાનિક પરિભાષામાં નારકો ઈન્ટવ્યુ તરીકે ઓળખવામાં આવે છે. જાગૃત અવસ્થામાં ગુના સંબધિત માહીતિ આપવામાં વ્યકિતને ખૂબજ માનસીક અવરોધ આડે આવે છે. તે અવરોધો નારકો ટ્રાન્સની અવસ્થામાં દૂર થઈ જતા વ્યકિતના મનમાં સંગ્રહિત ગુના અંગેની માહીતિ મેળવવામાં આવે છે.

(૪)    બ્રેઈન ઇલેક્ટ્રીકલ ઓસીલેશન સીગ્નેચર પ્રોફાઇલ (BEOS):-

" બ્રેઈન ઇલેક્ટ્રીકલ ઓસીલેશન સીગ્નેચર પ્રોફાઇલ " એ ગુનાની તપાસમાં મદદરૂપ એવી એક અતિ આધુનીક પઘ્ધતિ છે. વ્યકિત જયારે ગુનો કરે છે ત્યારે તે ગુનો કર્યા અંગેનો અનુભવ તેના મગજમાં સ્મૃતિ રૂપે સંગ્રહિત થાય છે. આ ટેસ્ટ માં વ્યકિતએ કોઈપણ જાતનો જવાબ આપવાનો હોતો નથી. વ્યકિતને ગુનાને લગતી માહિતી શબ્દો દ્વારા પ્રોબ્સ તરીકે સંભળાવવામાં આવે છે. આ ટેસ્ટમાં વ્યકિતનુ ઈ.ઈ.જી રેકોર્ડીંગ કરવામાં આવે છે, ત્યારબાદ તેના પૃથ્થકરણના આધારે વ્યકિતના મગજમાં ગુનો કર્યા અંગેનું આનુભવિક જ્ઞાન છે કે કેમ તે નકકી કરવામાં આવે છે.
 

સસ્પેક્ટ ડિટેક્શન સિસ્ટમ

       બનાવ સંદર્ભે રાઉન્ડ અપ કરવામાં આવેલ ધણી બધી વ્યક્તિઓમાંથી શકદાર વ્યક્તિને શોધી કાઢવા માટે આ ઉપકરણ ખૂબ ઉપયોગી છે. વ્યક્તિ ગુના સંબંધમાં શકમંદ છે કે કેમ? વ્યક્તિ ગુનાહિત ઇરાદાઓ ધરાવે છે કે કેમ તેમ જ કેવા પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માગે છે? વિગેરે બાબતો ને ખૂબજ ઓછા સમયમાં શોધી કાઢવા માટે આ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે. સદર ઉપકરણ વ્યક્તિના સ્વયં સંચાલિત મજ્જાતંત્ર દ્વારા નિયંત્રિત પ્રતિભાવોની શારીરિક અસરોનું માપન કરે છે.

લેયર્ડ વોઇસ એનાલિસીસ:-

       ગુના સંદર્ભે સત્ય છુપાવતી વ્યક્તિના અવાજના સ્તરમાં ચોક્કસ પ્રકારના ફેરફારો ઉત્પન્ન થાય છે. અવાજના સ્તરમાં ઉત્પન્ન થયેલા ફેરફારોનું વૈજ્ઞાનિક પૃથક્કરણ કરીને વ્યક્તિના અવાજમાં સચ્ચાઇ છે કે કેમ? અવાજ તણાવયુક્ત છે કે કેમ? વ્યક્ત આવેગિક સ્થિતિમાં છે કે કેમ? વ્યક્તિએ પોતે આપેલ માહિતી પરત્વે ચોક્કસ છે કે કેમ? વ્યક્તિ તાર્કિક રીતે જવાબ આપે છે કે કેમ? જેવી વિગેરે બાબતો જાણી શકાય છે. LVA ઉપકરણમાં રૂબરુ પૂછપરછ કરીને તેમ જ ઓનલાઇન તથા વ્યક્તિની રેકર્ડ કરેલી વાતચીતનું પૃથક્કરણ કરીને આ પરીક્ષણ કરવામાં આવે છે.

 

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

ફરિયાદ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 17-07-2015