ડી.એન.એ. ફીંગર પ્રીન્ટીંગ એક અધતન ટેકનોલોજી છે. જેમાં વ્યકિતની ચોકકસપણે ઓળખ થઈ શકે છે.દા.ત. જેમ દરેક વ્યકિતમાં આંગળીઓની છાપ અલગ-અલગ હોવાથી,ફીંગર પ્રીન્ટીંગ પઘ્ધતિ વડે, વ્યકિતની ચોકકસ રીતે ઓળખ કરી શકાય છે. તેવી જ રીતે ડી.એન.એ. ફીંગર પ્રીન્ટીંગ ટેકનોલોજીમાં પણ દરેક માનવનાં ડી.એન.એ. એક બીજાથી અમુક ચોકકસ તફાવત ધરાવતા હોવાથી, આ તફાવતને અધતન ટેકનોલોજી ઘ્વારા ઝીણવણટપૂર્વક અભ્યાસ કરી, દરેક વ્યકિતની ડી.એન.એ. પ્રોફાઈલ દ્વારા વ્યકિતની ચોકકસ ઓળખ કરી શકાય છે. એટલે આ પઘ્ધતિ ડીએનએ ફીંગર પ્રીન્ટીંગ ટેકનોલોજી તરીકે પ્રસિઘ્ધ છે.
આ પઘ્ધતિ ઘ્વારા નીચે મુજબના અલગ-અલગ પ્રકારના કેસોનો અભ્યાસ કરી શકાય છે.
1. દરેક વ્યકિતમાં,વારસાગત રીતે માતા તથા પિતા તરફથી ડીએનએ રંગસુત્રો પસાર થતા હોવાથી આ પઘ્ધતિ વડે કોઈપણ બાળકનાં માતા તેમજ પિતાની ચોકકસપણે ઓળખ થઈ શકે છે.
2. કોઈપણ અજાણી લાશની ઓળખ તેના શરીર, ચહેરા, કપડા,ઘરેણા, ઘડીયાળ, લાયસન્સ,આઈડેન્ટીટી કાર્ડ કે અન્ય કોઈ આર્ટીકલ્સ થી થઈ શકે તેમ ન હોય તો, અજાણી લાશના નમુના(ટીસ્યુ/દાત/હાડકુ) થી મળેલ ડીએનએ પ્રોફાઈલ સાથે તેના સગા(માતા-પિતા અને સંતાનો) નાં રૂધિરના નમુનાઓની ડીએનએ પ્રોફાઈલ સરખાવી તેની ઓળખવિધિ કરી શકાય છે.
3. બળાત્કારનાં વિવિદાસ્પદ કેસો જેમાં ભોગ બનનારનું મૃત્યુ થયેલ હોય તેમજ એક કે એકથી વધુ આરોપીઓ સામેલ હોય અથવા સદર કેસમાં બીજા કોઈપણ સાંયોગિક પૂરાવા મળી શકતા ન હોય તેવા કેસોમાં ડીએનએ ફીંગર પ્રિન્ટીંગ ટેકનોલોજી ઘ્વારા અભિપ્રાય આપી શકાય છે. ડીએનએ ફીંગર પ્રીન્ટીંગ ટેકનોલોજીમાં નીચે પ્રકારનાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે.
1. ડીપ-ફ્રીઝર (- ૨૦૦ સે.)
2. રેફ્રીજરેટેડ સેન્ટ્રીફયુઝ મશીન
3. ઓટોમેટેડ ડીએનએ એક્ષ્ટેક્શન મોડ્યુલ્સ
4. રીયલ ટાઇમ પીસીઆર (Q PCR)
5. થર્મલ સાઇક્લર(PCR)
6. ડીએનએ સીકવન્સર (GENETIC ANALYSER)
|