હું શોધું છું

હોમ  |

ફોરેન્સીક રસાયણ / એકસ્પ્લોઝીવ / નારકોટીક વિભાગ
Rating :  Star Star Star Star Star   

રસાયણ વિભાગની કામગીરી

રસાયણ વિભાગમાં હાલ બે પ્રકારના વિભાગો કાર્યરત છે.

 1. સ્ફોટક પદાર્થોનું પરીક્ષણ.

 2. પેટ્રોલિયમ પ્રોડક્ટના નમૂનાઓનું પૃથક્કરણ

સ્ફોટક પદાર્થના નમૂનાઓનું પરીક્ષણ

દેશી હાથ પ્રકારના સૂતળી બોમ્બ, પાઇપ બોમ્બ, તેમ જ કોઈપણ પદ્ધતિથી બનાવવામાં આવેલા દેશી હાથ પ્રકારના બોમ્બમાં વપરાતાં રસાયણોનું પૃથક્કરણ કરવામાં આવે છે. બોમ્બ ફૂટ્યા પછીથી મળેલા અવશેષો તેમ જ જીવતા બોમ્બમાંથી જુદા કરવામાં આવેલા અલગ અલગ ભાગોમાં રહેલાં રસાયણોનું પૃથક્કરણ કરી તેના અહેવાલ આપવામાં આવે છે.

ઇન્ડસ્ટ્રિયલ એક્સપ્લોઝિવ જેમાં ડાઇનેમાઇટ અને એન્ફો પ્રકારના સ્ફોટક પદાર્થો વાપરવામાં આવે છે. તેનું રાસાયણિક પૃથક્કરણ કરી અહેવાલ આપવામાં આવે છે.

હાઈ એક્સપ્લોઝિવ પ્રકારના સ્ફોટક પદાર્થો જેવા કે આર.ડી.એક્સ, પી.ઇ.ટી.એન, ટેટ્રીલ, ટી.એન.ટી વગેરે પ્રકારનાં રસાયણોનું પૃથક્કરણ કરી અહેવાલ આપવામાં આવે છે. આ કેસમાં આધુનિક ઉપકરણ જેવાં કે ગેસ ક્રોમેટોગ્રાફ વિથ માસ સ્પેક્ટ્રોફોટોમિટર આયર્ન ક્રોમેટોગ્રાફ અને એલ.સી.એમ.એસ.નો ઉપયોગ કરવામાં આવે છે.

પેટ્રોલિયમ પ્રોડક્ટના નમૂનાઓનું પરીક્ષણ.

પેટ્રોલિયમ પ્રોડક્ટના નમૂના જેવા કે પેટ્રોલ, ડીઝલ, સફેદ કેરોસીન, વાદળી કેરોસીન, ફર્નેસ ઓઇલ, એલ.ડી.ઓ, લુબ્રિકેટિંગ ઓઇલ જમીનમાંથી નીકળતાં ખનીજ તેલ, સોલ્વન્ટ્સ વગેરે પ્રકારના નમૂનાઓનું પૃથક્કરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડમાં દર્શાવેલ લાક્ષણિકતાના આધારે કરવામાં આવે છે. સદર નમૂનાઓમાં નીચે પ્રકારનાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે.

 • ઓટોમેટિક ડિસ્ટિલેશન યુનિટ.

 • ઓટોમેટિક વિસ્કોમિટર.

 • ઓટોમેટિક ફલેશ પોઇન્ટ એપરેટસ.

 • ઓટોમેટિક રીડવેપર પ્રેશર.

 • અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોફોટોમિટર.

 • ગેસ ક્રોમેટોગ્રાફ.

 • ગેસ ક્રોમેટોગ્રાફ વિથ માસ સ્પેક્ટોફોટોમિટર

નાર્કોટિક્સ વિભાગની કામગીરી

નાર્કોટિક્સ વિભાગમાં એન.ડી.પી.એસ.એક્ટ ૧૯૮પમાં દર્શાવેલા, નાર્કોટિક્સ અને સાયકોટ્રોપિક સબટન્સ પ્રકારના નમૂનાનું પૃથક્કરણ નાર્કોટિક્સ વિભાગમાં કરવામાં આવે છે. નાર્કોટિક્સ વિભાગમાં આવતાં નમૂનાઓ જેવા કે ગાંજો, ચરસ, અફીણ, પોશડોડા, બ્રાઉન સુગર, હેરોઇન જેવા નાર્કોટિક્સમાં દર્શાવેલા નમૂના તેમ જ સાઇકોટ્રોપિક સબટન્સમાં દર્શાવેલ માદક પદાર્થો જેવા કે ફીનોબાર્બિટોન, સેકોબાર્બિટોન, ડાયઝિપામ, ઓક્સાજિપામ, લોરાજિપામ, એમ્ફીટેમાઇન પ્રકારના માદક પદાર્થોનું પૃથક્કરણ નાર્કોટિક્સ વિભાગમાં કરવામાં આવે છે. આ નમૂનાના પૃથક્કરણ માટે નીચે મુજબની પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.

 • ભૌતિક પરીક્ષણ.

 • રાસાયણિક પરીક્ષણ

 • ઇન્સ્ટ્રુમેન્ટ પરીક્ષણ

ઇન્સ્ટ્રુમેન્ટ પરીક્ષણમાં આધુનિક ઉપકરણો જેવાં કે અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોફોટોમિટર, ગેસ ક્રોમેટોગ્રાફ, ગેસ ક્રોમેટોગ્રાફ વિથ માસ સ્પેક્ટ્રોફોટોમિટર અને એફ.ટી.આઇ.આર. જેવા ઉપકરણો ઉપર પરીક્ષણ કરી અહેવાલ આપવામાં આવે છે.

 


 આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર

જાહેર માહિતી અધિકારી

કઈ રીતે સંપર્ક સાધશો?

ફરિયાદ

આપના સવાલોના જવાબ

સંબંધિત લિંક્સ

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 12-07-2012