|
આ કચેરીના નેજા હેઠળ સમગ્ર ગુજરાતને આવરી લેતી ૩૩ મોબાઇલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન કાર્યરત છે. નિષ્ણાતો ગુનાના સ્થળની તાત્કાલિક મુલાકાત લઈ જરૂરી વૈજ્ઞાનિક પરીક્ષણો સ્થળ પર કરે છે. તેઓ તપાસ કરનાર અધિકારીઓને ગુનાના સ્થળ ઉપર જરૂરી ભૌતિક પુરાવા એકઠા કરવામાં મદદ કરે છે. અને ગુનાને લગતો પ્રાથમિક અભિપ્રાય આપે છે. દરેક મોબાઇલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાનમાં જરૂરી અત્યાધુનિક ઉપકરણોથી સુસજજ બનાવવામાં આવી છે. મોબાઇલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાનમાં ફરજ બજાવતા સાયન્ટિફિક ઓફિસરોને જરૂર પડે ગાંધીનગર કચેરીથી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમજ જરૂર જણાય તો ગાંધીનગર કચેરીના નિષ્ણાત અધિકારીઓને ગુના સ્થળે સઘન પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવે છે. મોબાઇલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાનમાં ફરજ બજાવતા સાયન્ટિફિક ઓફિસરોને સમયાંતરે ટ્રેનિંગ તેમ જ વર્કશોપ દ્વારા નવી ફોરેન્સિક પદ્ધતિઓ વિશે માહિતગાર કરવામાં આવે છે. આ પ્રકારની સેવાઓ ૨૪ કલાક રાજ્યના પોલીસ દળને પૂરી પાડવામાં આવે છે. ગૌમાસ નુ સ્થળ પરીક્ષણ કરી અને તે અંગેનો અહેવાલ સ્થળ પર જ આપી શકાય તે માટે ખાસ પ્રકાર ની અત્યાથધુનિક ઉપકરણોથી સુસજજ ચાર (૪) મોબાઇલ વાન ગાંધીનગર,અમદાવાદ,સુરત, અને રાજકોટ ખાતે કાર્યરત છે.
|
|
|