ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી
http://www.dfs.gujarat.gov.in

આપના પ્રશ્નો-અમારા ઉત્તર

7/1/2025 2:19:02 PM
(૧) આપના ખાતામાં નોકરી કેવી રીતે મેળવી શકાય ?
 
  • જી.પી.એસ.સી. તથા એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ મારફતે ભરતી કરવામાં આવે છે, જે માટે લધુતમ શૈક્ષણિક લાયકાત વિજ્ઞાન/મનોવિજ્ઞાન વિષયમાં સ્નાતક પદવીની છે.

   

(૨)

કેસનો પરીક્ષણ અહેવાલ સામાન્ય નાગરિક મેળવી શકે કે કેમ ?

  • સામાન્ય નાગરિકને આ ખાતા તરફથી કોઇ પરીક્ષણ અહેવાલ આપવામાં આવતો નથી. જો તેઓને પરીક્ષણ અહેવાલની નકલ જોઈતી હોય તો તપાસ કરનાર અધિકારી અથવા કોર્ટ મારફતે મેળવી શકાય છે.

(3)

ખાનગી રીતે કોઈ કેસનું પરીક્ષણ કરાવવું હોય તો તે માટે માર્ગદર્શન આપશો.

  • આ પ્રયોગશાળામાં ફક્ત કોર્ટ, પોલીસ તથા અન્ય સરકારી તપાસ કરનારી એજન્સી દ્વારા મોકલવામાં આવતા મુદ્દામાલનું પરીક્ષણ કરવામાં આવે છે. ખાનગી સંસ્થા કે વ્યક્તિ દ્વારા મોકલવામાં આવતા કેસો સ્વીકારવામાં આવતા નથી.

(૪)   ફોરેન્સિક સાયન્‍સ વિશેના કોર્સ ભારતની કઈ યુનિવર્સિટીમાં થઈ શકે ?

  • ગુજરાત ફોરેંસિક સાયન્સ યુનિવર્સીટી,ગાંધીનગર
  • ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
  • સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિધ્યાનગર