ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી
http://www.dfs.gujarat.gov.in

ફોરેન્સીક બેલેસ્ટીક વિભાગ

4/25/2024 5:10:27 AM

 

ફાયરિંગની ઘટનામાં ગુના સ્‍થળ પરથી મળી આવતાં કારતૂસ/કારતૂસનાં ખોખાં, બુલેટ, ફાયર આર્મસ, કપડા તથા શરીર પરના ઘા, હેન્‍ડવોશ વગેરેના પરિક્ષણ પરથી ગુનેગારને ગુના સાથે સાંકળવા માટે જરૂરી પુરાવા પૂરા પાડવા. આ વિભાગ કમ્‍પેરિઝન માઇક્રોસ્‍કોપ, બોરોસ્કોપ,ઇન્ફ્રરેડ ઇમેજ કન્વર્ટર બુલેટ ટ્રેઝકટરી મેઝરમેન્ટ,બેલેસ્‍ટિક ડેટા એક્વિઝિશન સિસ્‍ટમ(BDAS), ઇન્‍ટિગ્રેટેડ બેલેસ્‍ટિક આઇડેન્‍ટિફિકેશન સિસ્‍ટમ(IBIS)થી સુસજ્જ છે.

ફાયરિંગ રેન્જ બેલેસ્ટિક પ્રયોગો કરવા માટે ઊભી કરવામાં આવેલ છે, જે દેશની એક વિશિષ્ટ પ્રકારની અજોડ ફાયરિંગ રેન્જ છે.

બુલેટપ્રૂફ મટીરીયલ્સ(જેવા કે જેકેટ,હેલ્મેટ,સ્ટીલ પેનલ અને ગ્લાસ વગેરે) ના ટેસ્ટીંગ કરવા માટેની ખાસ સવલત ઊભી કરવામાં આવેલ છે.